ચીખલી બામણવેલ ગામે નવનિર્મિત ગ્રામપંચાયત ભવનનું ધારાસભ્ય અનંત પટેલના હસ્તે લોકાર્પણ.

  


ચીખલી બામણવેલ ગામે નવનિર્મિત ગ્રામપંચાયત ભવનનું ધારાસભ્ય અનંત પટેલના હસ્તે લોકાર્પણ.

ચીખલી તાલુકાનાં બામણવેલ ગામે મનરેગા યોજના હેઠળ નવનિર્મિત ગ્રામપંચયત ભવનનું શનિવારે ધારાસભ્ય અનંત પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ચીખલી તાલુકાનાં બામણવેલ ગામે વર્ષોથી ગ્રામપંચયત ભવનની માંગ હતી. ત્યારે જિલ્લા ગ્રામવિકાસ એજન્સી અને ગ્રામપંચાયત સ્વંભંડોળમાથી ચીખલી તાલુકા મનરેગા યોજના હેઠળ નવનિર્મિત ગ્રામપંચાયત ભવન નિર્માણ કરાયું હતું. જેનું શનિવારે વાંસદા ચીખલીના ધારસભ્ય અનંત પટેલ ના હસ્તે લોકાર્પણ કરાયું હતું. 


જેમાં બામણવેલ ગામના રહેવાસી અને ગ્રામપંચાયત માટે જમીન દાતા જીવા ગોંડલીયા અને ધીરૂ ગોંડલીયા સહિત ડેપ્યુટી સરપંચ રશ્મિકાંત પટેલ તેમજ ગ્રામપંચયત ના સભ્યો અને માજી સરપંચ વીણા પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય મંજુલા પટેલ, ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ જયંતી, માજી સરપંચ નવીનભાઈ, ગીરીશભાઈ તેમજ મહિલા ઉપપ્રમુખ હેમાંગીની પટેલ અને આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


મનરેગા યોજના હેઠળ ગ્રામપંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું વર્ષો જૂની ભવનનિર્માણની માંગણી સંતોષાતા લોકોમાં આનંદ છવાયો.



Post a Comment

0 Comments