ધરમપુર સાદડવેરા ક્રિકેટ ક્લબ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સતત 41 મી વખત આયોજન કરવામાં આવ્યું હતું.

 

ધરમપુર સાદડવેરા ક્રિકેટ ક્લબ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સતત 41 મી વખત આયોજન કરવામાં આવ્યું હતું.

 *તા.24/12/2023 ના દિનેથી શરૂઆત થયેલ ક્રિકેટ મેચ તા.31/12/2023 ના  દિને ફાઈનલ મેચ રમવામાં આવી હતી જેમાં 32 ગામની 32 ટીમો લેવામાં આવતી હોય છે જેનો એકજ ઉદ્દેશ્ય હોય છે કે આપના આદિવાસી સમાજના યુવાનો એક બીજા પ્રત્યે પરિચય થાય ભાઈચારો વધે અને અન્યાય સામે એક જૂથ થઈ અવાજ ઉઠાવે સાથે શિક્ષણથી આપણા વિસ્તારના લોકો વંચિત ન રહી જાય એ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ખડકીની ટીમ વિજેતા રહી હતી જેને 30,000/- રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી અને હનમતમાળ  રનર્સઅપ રહી હતી જેને 15,000/- રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી

જ્યાં મેન ઓફ સીરિઝ અને બેસ્ટ બેટ્સમેન અનિલ ભાઈ,બેસ્ટ બોલર હિતેશ ભાઈને ટ્રોફી આપવામાં આવી હતી.

જ્યાં સામાજિક આગેવાન રામદાસભાઈ, સરપંચશ્રી દેવુ મોકાસી, જામલિયા સરપંચશ્રી,ગુંદીયા સરપંચશ્રી જહીરામ, માજી સરપંચશ્રી તુલસીરામ, માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી સુરેશ જોગારી,રાહુલ પટેલ,યુથ પ્રમુખશ્રી કામરાન પટેલ, સુનિલ પટેલ,વાંકલ ગામના આગેવાન રાકેશ પટેલ અને મોટી સંખ્યામાં યુવાનો વડીલો આગેવાનો હાજર રહ્યા હતા, અને આયોજક સુરેશભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા બહુમાન કરવા બદલ  ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી  સદસ્ય કલ્પેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.

Post a Comment

0 Comments