આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું.

   આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું.

આદિજાતિ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણમાં આર્થિક સહાય પૂરી પાડતી સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ – ફ્રી શીપ કાર્ડ યોજના

નવસારીના કિન્નરીબેન પટેલનું ડોક્ટર બનવાનું સપનું થયું સાકાર, સરકારશ્રીએ કરી આર્થિક સહાય

સરકારની આ યોજકીય સહાયથી હવે મારી દીકરી પણ ડોક્ટર બની શકશે : રમેશભાઈ પટેલ (લાભાર્થીના પિતા)

પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી આદિજાતિના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ મળે તેવો સરકારશ્રીનો ઉમદા હેતુ

**

( આલેખન:ભાવિન પાટીલ )

(નવસારી:સોમવાર): ડોકટર બનવાનું સપનું જોયે રહેલ નવસારીની વિધાર્થીની રાજ્ય સરકાર દ્વારા અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ - ફ્રી શિપ કાર્ડ યોજના થકી આર્થિક સહાય મેળવી સપનાને પૂર્ણ કરવાની રાહ પર છે. વાત છે, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું પોતાનું સોનેરી સપનું બનાસ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ ખાતે સાકાર કરી રહી છે. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબરી હેઠળ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ એ સરકારનો મુખ્ય ઉદ્દેશ છે, ત્યારે સમાજની દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રયત્નશીલ છે. ભારત સરકાર દ્વારા આદિજાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે “પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના” અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત નિયત ધારાધોરણો મુજબની પાત્રતા ધરાવતા આદિજાતિના વિદ્યાર્થીઓને “ફ્રી શીપ કાર્ડ” આપવામાં આવે છે.

આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી આદિજાતિ પરિવારની દીકરી કિન્નરીબેન પટેલ ભણવામાં પહેલે થી જ તેજસ્વી હોવાથી ભવિષ્યમાં ડોક્ટર બનવાનું સપનું જોયું હતું પરંતુ પરિવાર ખેતી પર નિર્ભર હોય આર્થિક રીતે ખાનગી ક્ષેત્રેની મેડીકલ ક્ષેત્રેમાં અભ્યાસ કરવો કઠીન લાગતું હતું. પરંતુ આ ચિંતામાંથી રાજ્ય સરકારની “પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના” એ સહાયરૂપ બની આર્થિક બોજ હળવો કરી દીધો છે. કિન્નરીબેનના મેડીકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના સપનાને સાર્થક થતું જોઈને તેમના પિતાશ્રી રમેશભાઈ પટેલ કહે છે કે, આજે એક સામાન્ય પરિવારની દીકરી ઉચ્ચ અભ્યાસ કરી રહી છે, જે રાજ્ય સરકારના કારણે શક્ય બન્યુ છે. હું સરકારનો અંત:કરણ પૂર્વક આભાર માનું છું. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ મારી દિકરી કિન્નરી બનાસ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ ખાતે MBBSનો અભ્યાસ કરી રહી છે.

“ફ્રી શીપ કાર્ડ” યોજનાનો લાભ લઈને સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કિન્નરીબેન પટેલના પિતાશ્રી રમેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, અમારા પરિવારના સપનાને પાંખો આપવાનું કાર્ય રાજ્ય સરકારે કર્યું છે. ફ્રી શીપ કાર્ડ યોજના અંતર્ગત મારી દિકરીના ભણવાના ખર્ચમાં સરકારે સહાયતા આપી તે બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  સહિત નવસારી જિલ્લા તંત્રનો આભાર માનું એટલો ઓછો છે. 

આદિજાતી વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરી શકે તે માટે અનેક યોજનાઓના અમલીકરણ થકી લક્ષિત લાભાર્થી સુધી લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે. દરેક માતા-પિતા પોતાના સંતાનોને ઉત્તમ અને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ આપી ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ઈચ્છતા હોય છે, પરંતુ ક્યારેક નબળી આર્થિક પરિસ્થિતિનાં કારણે તેમના સપના પરીપૂર્ણ થઈ શકતા નથી. સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતા પ્રસ્થાપિત કરવા માટે સંવેદનશીલ અને કટિબદ્ધ સરકાર આવા વાલીઓનાં સપના ચરિતાર્થ કરવા સતત તેમની પડખે રહી હૂંફ આપી રહી છે

Post a Comment

0 Comments