નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.

એ.બી. સ્કૂલની વિદ્યાર્થીની ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડમાં આવ્યા છે. નવસારીની ડિવાઈનપબ્લિક સ્કૂલના ૨૯ વિદ્યાર્થીઓ એ-૧ અને ૩૮ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જેમાં ધ્રુવી સુરેશકુમાર ટંડેલ તેમજ હર્ષવિ પ્રજ્ઞેશકુમાર ટંડેલ અને ક્રિષ્ના રોહિતભાઈ ટંડેલે ૯૯.૯૪ ટકા મેળવી એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે અખિલ હિંદ મહિલા પરિષદ સંચાલિત જયાબેન છગનલાલ શાહ માધ્યમિક સ્કૂલનું ધો. ૧૦નું પરિણામ ૮૮.૬૮ ટકા આવ્યું છે. જેમાં આદિત્ય પાટીલે ૬૦૦માંથી ૫૬૯ ગુણ મેળવી ૯૪.૮૩ ટકા સાથે એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે


Post a Comment

0 Comments