Dharampur: નાનીઢોલ ડુંગરી ગામે ધરમપુરનાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ઉદ્દઘાટન.

      

Dharampur: નાનીઢોલ ડુંગરી ગામે ધરમપુરનાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ઉદ્દઘાટન.

તા.07/03/2024  ના દીને ધરમપુર તાલુકાના નાનીઢોલ ડુંગરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 1,23,45,126/-(એક કરોડ ત્રેવીસ લાખ પિસ્તાળીસ હજાર 126) રૂપિયા ના ખર્ચે બનનાર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ઉદઘાટન ધારાસભ્યશ્રી અરવિંદ પટેલના હસ્તે કરવામાં આવ્યુ.

જેમાં ગામના પ્રથમ નાગરિક યોગેશ પટેલ,ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ પટેલ, વિરવલ ગામના સરપંચ શ્રી પ્રતીકભાઈ પટેલ, મરઘમાંળ ગામના સરપંચશ્રી રજનીભાઈ પટેલ,બામટી ગામના સરપંચશ્રી વિજયભાઈ પટેલ,કરજવેરી ગામના સરપંચ શ્રી વિજયભાઈ,ભાંભા ગામના સરપંચશ્રી કૌશિકભાઈ પટેલ,નાની ઢોલ ડુંગરી ગામના માજી સરપંચશ્રી જીતેનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્યશ્રી ગણેશભાઈ બિરારી,વિમલભાઈ પટેલ તાલૂકા પંચાયત સભ્યશ્રી સુરેખાબેન અને ડૉ.શ્રીઓ, સ્ટાફ નર્સબહેનો અને મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા.



Post a Comment

0 Comments