Surat: વિરપોરની કોલેજમાં રમતોત્સવ ઉજવાયો.
મહુવાના ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયાના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત.
શ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ બુહારી સંચાલિતશ્રી મોરારજી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિરપોર દ્વારા આયોજિત રમતોત્સવમાં ઉપસ્થિત રહી, 10 કિલોમીટરની દોડમાં વિજેતા થયેલા ટીમ અને વિદ્યાર્થીઓને ટ્રોફી વિતરણ કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ દરમિયાન ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયા સાથે શ્રી ઉદયભાઇ દેસાઈ, શ્રીકર્ણ દેસાઈ,શ્રી દિગેન્દ્રભાઈ પટેલ ( ચિરાગ ભાઈ ), શ્રી સુરજભાઈ દેસાઈ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments