Khergam : શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ૭૫મો પ્રજાસત્તાક દિન ઉજવાયો.

તારીખ : ૨૬-૦૧-૨૦૨૪નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ૭૫મો પ્રજાસત્તાક દિન ઉજવાયો હતો.

જેમાં આ શાળામાં શિક્ષણ મેળવેલ દિકરી સંજના પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ દિકરી સદર શાળામાં અભ્યાસ કરી નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જે શાળા માટે ગર્વની બાબત છે. જેમને આજના રાષ્ટ્રીય પર્વના દિને તેમનું ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ રક્તપિત્ત નાબૂદીનાં અભિયાનમાં જોડાવા માટે શાળાનાં ઉપશિક્ષિકા પ્રિયંકા દેસાઈ દ્વારા સૌ ઉપસ્થિત ગ્રામજનો પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. એસ.એમ.સીના શિક્ષણવિદ્દ શંકરભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રીય પ્રસંગે શામળા ફળિયાનાં આગેવાન શંકરભાઈ પટેલ,એસ.એમ. સીના અધ્યક્ષ કૌશાબેન પટેલ, આશિકીબેનપટેલ,હિતેશભાઈ પટેલ,  સહિત અન્ય સભ્યો, અરવિંદભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, રમણભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, બચુભાઈ પટેલ, અંબુભાઈ પટેલ સહિત અને યુવા આગેવાનોમાં મનોજભાઈ પટેલ, ભાવુ ધોડિયા, અંકિતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચા અને નાસ્તાની સગવડ શાળા તરફથી કરવામાં આવી હતી.