Khergam : જામનપાડા પ્રાથમિક શાળાની આદિવાસી દીકરીઓ ખો-ખો રમતમાં જિલ્લામાં પ્રથમ આવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું.

   Khergam : જામનપાડા પ્રાથમિક શાળાની આદિવાસી દીકરીઓ ખો-ખો રમતમાં જિલ્લામાં પ્રથમ આવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું.

ખેરગામ તાલુકાની જામનપાડા પ્રાથમિક શાળાની Under 14 ખો-ખો સ્પર્ધામાં  ગણદેવી તાલુકાના ખારેલ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભ- ૨.૦ રમતોત્સવમાં  આદિવાસી દીકરીઓ ખો-ખો ની રમત સ્પર્ધામાં નવસારી જિલ્લા કક્ષાની  નવ ટીમ વચ્ચે પ્રથમ સ્થાન મેળવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું છે. હવે આ ટીમ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રદર્શન કરશે.

શાળાના આચાર્ય/પૂર્વ ખેરગામ બી.આર.સી. અમ્રતભાઈ પટેલ, શાળાના શિક્ષક કોચ સુરેશભાઈ પટેલ શિક્ષકો અરુણભાઈ, મયુરભાઈ અને રાજેશભાઈ પટેલ સાથે શાળાના સ્ટાફને તથા ગ્રામજનો આગેવાનોએ વિજેતા બાળકીઓને અભિનંદન પાઠવ્યા હતા. ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ રવાભાઈ પટેલ અને નવસારી જિલ્લા પંચાયત સદસ્ય / પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઈ આહિરે આચાર્ય -બાળાઓને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

Post a Comment

0 Comments