ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

  

ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

૧૩ મી જાન્યુઆરીનાં દિને ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે માઉલી માતા મંદિર પટાંગણમાં વનવિભાગ ગુજરાત સરકાર દ્વારા નવનિર્મિત પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ માનનીય રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને ગણદેવી માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ  દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ શ્રોતાજનોને પર્યાવરણના જતન થકી સમાજની સેવા કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે નવસારી જિ.પં. પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઇ, નવસારી જિલ્લા સદસ્ય ભીખુભાઈ આહિર, ખેરગામ તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો, અધિકારીગણ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.



Post a Comment

0 Comments