વસરાઇ ધોડિયા સમાજભવન નવ નિર્માણ માટે મહુવા વાઘેશ્વરના દાતાશ્રી કલ્પેશભાઇ પટેલ તરફથી ₹ ૫,૫૫,૫૫૫ રૂપિયાનું મળેલ દાન.
સમાજ માટે હું શું કરી શકું ? આ ભાવથી શરૂ થયેલી સમાજસેવાની યાત્રાના ફળસ્વરૂપ સમગ્ર સમાજ જનોના સહયોગથી (૨૦૨૨માં )જમીન લોકાર્પણ (૨૦૨૩માં) ઓફીસ અને પાર્ટીપ્લોટ લોકાર્પણ (૨૦૨૪ માં)વિશાળ ગ્રાઉન્ડ (ક્રિકેટ-વોલીબોલ-ટેનિસ તેમજ રનિંગ ટ્રેક સાથે ) બનીને તૈયાર થયું છે.
વસરાઇ ગામ હવે ધોડિયા સમાજનું કાયમી સરનામું બની ચુંકયું છે. (અહીં આવનારા સમયમાં લોકહિતનાં ૬૨ જેટલા પ્રોજેકટો સાકાર થશે.)
શ્રી કલ્પેશભાઈ કે.પટેલ મૂળ વાઘેશ્વર તા.મહુવા (હાલ USA) ધર્મપત્ની શ્રીમતી હેતલબેન મૂળવતન કલકવા - ડોલવણ) એમનાં સંતાન આરવ - અવ્યાંશ-પરિવારજનો. જેઓ ડૉ. નિતિનભાઈ (મઘર કેર હોસ્પિટલ બારડોલી )નાં નાના ભાઈશ્રી કલ્પેશ પટેલ તરફ થી (૫,૫૫,૫૫૫ /- પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન )નું દાન મળ્યું છે. ડૉ. નિતિન પટેલનાં પરિવારનું ગત વર્ષનું (૨૦૨૨ -૨૩નું) (૨૨,૨૨,૨૨૨ /- બાવીસ લાખ બાવીસ હજાર બસો બાવીસનું માતબર દાન મળી ચુક્યું છે.) આપણા વિસ્તારમાં સામાજીક જવાબદારીના ભાગરૂપ રાજકીય સામાજીક સહકારી આગેવાનો સમાજના શુભચિંતકોના સહકાર અને આર્થિક વૈચારિક હૂંફ પૂરી પ્રોજેક્ટને સફળ બનાવવામાં સહયોગ સાંપડ્યો છે. જે બદલ (દિશા) ધોડિયા સમાજ મંડળ તરફથી દાતાશ્રીઓનો આભાર સહ ઋણ સ્વીકાર કરે છે.
0 Comments