ચીખલી તાલુકાના સુરખાઈ ગામે શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનું 17મું દ્વિવાર્ષિક સંમેલન યોજાયું.

      

ચીખલી તાલુકાના સુરખાઈ ગામે શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનું 17મું દ્વિવાર્ષિક સંમેલન યોજાયું.

શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈનું ૧૭ મું દ્વિવાર્ષિક સંમેલન તા.૭/૧/૨૦૨૪ ને રવિવારના રોજ મળ્યું હતું. મંડળે સ્થાપના  ૩૫ વર્ષ પૂર્ણ કરી ૩૬મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. 

આજનું દ્વિવાર્ષિક સંમેલન ITBP, અરૂણાચલ પ્રદેશ ખાતે પેરા મિલેટરી ફોર્સના DIG (Medical) તરીકે ફરજો બજાવતા ધોડિયા સમાજના “નારી રત્ન” એવા શ્રીમતિ રીતાબેનના પ્રમુખ સ્થાને મળી હતી. 

તેમની સાથે તેમના પિતા અને ધોડિયા સમાજના પ્રથમ તબીબ એવા ડૉ. ગંભીરભાઈ  અને તેમના યુ.કે. સ્થિત ભાઈ રાજનભાઈ તેમના પત્ની શ્રીમતિ પ્રજ્ઞાબેન સાથે ઉપસ્થિત રહયા હતા. 

આ પ્રસંગે ગણદેવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, વલસાડ-ડાંગ સંસદીય મત વિસ્તારના સંસદસભ્ય ડૉ. કે.સી.પટેલ, પૂર્વ આદિજાતિ અને વન મંત્રી શ્રી કાનજીભાઈ પટેલ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉ.પ્રદીપ ગરાસિયા, પૂર્વ.ધારાસભ્ય શ્રીમતિ ભારતીબેન પટેલ, સામાજીક કાર્યકર શ્રી નરદેવભાઈ પટેલ, ધોડિયા મેડિકલ એસોસિએશન ના પ્રમુખ ડૉ.એ.જી.પટેલ, ગુજરાત યુનિ. ના કેમેસ્ટ્રી વિભાગના વડા ડૉ. હિતેશભાઇ ડી. પટેલ, દિશા ફાઉન્ડેશન, વસરાઇના મંત્રીશ્રી મુકેશભાઇ મહેતા, સુરતના જાણીતા ઉધોગપતિ શ્રી.બિપિનભાઈ પટેલ, નિરજ પેટ્રોલિયમના શ્રી ગુણવંતભાઈ પટેલ, સમસ્ત ધોડિયા સમાજના મહામંત્રી શ્રી લાલજીભાઈ પટેલ, નવચેતન ધોડિયા સમાજ, વલસાડના શ્રી.સુમનભાઈ કેદારિયા, નવસારી ધોડિયા જ્ઞાતિ મંચના શ્રી અરૂણભાઇ અને અજીતભાઈ, ધોડિયા સમાજ સુરતના શ્રી દિનેશભાઇ તથા અન્ય મહાનુભાવો અને આજીવન સભ્યો ઉપસ્થિત રહયા હતા.

આજના આ દ્રિવાર્ષિક સંમેલન નિમિતે માન. ધારાસભ્યશ્રી નરેશભાઈ દ્વારા મંડળની પ્રવૃતિઓને બિરદાવી હતી અને જયાં જયાં જરૂર પડે ત્યાં તેમનો સાથ સહકાર મળતો રહેશે તેવી ખાતરી આપી હતી. પુર્વ આદિજાતિ અને વન મંત્રીશ્રી કાનજીભાઈ પટેલ દ્વારા મંડળની પ્રવૃતિઓને બિરદાવીને ડૉ.બાબાસાહેબ આંબેડકરને કારણે આપણા સમાજની પ્રગતિ થયેલ હોવાનો ઉલ્લેખ કરીને બાબાસાહેબ ને હંમેશા યાદ રાખવા જોઇએ તેવો મત પ્રગટ કર્યો હતો.

મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈએ તેમના વકતવ્યમાં મંડળની પ્રવૃતિઓનો ચિતાર આપી આગામી પંદર વર્ષ માટે મંડળનું શિક્ષણ, આરોગ્ય, સંગઠન, રોજગારી જેવા ક્ષેત્રેમાં આયોજન રજુ કર્યું હતું અને મંડળ દ્વારા  આ ક્ષેત્રોની કામગીરીને અગ્રીમતા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

દ્વિવાર્ષિક સંમેલનના પ્રમુખ ડૉ. રીતાબેન દ્વારા તેમના વક્તવ્યની શરૂઆત જય આદિવાસી સાથે કરી હતી. મંડળની પ્રવૃતિઓથી અભિભૂત થઈને સમાજની દીકરીઓને પ્રેરણા મળે તે માટે તેમણે તેમની કારકિર્દી ની શરૂઆતથી અત્યાર સુધીની પ્રગતિ અંગે માહિતી આપી હતી તેઓએ આજના પ્રસંગને તેમના જીવનને યાદગાર પ્રસંગ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

વલસાડ ડાંગના સાંસદ  ડૉ.કે.સી.પટેલ દ્વારા મંડળની પ્રવૃતિઓને બિરદાવીને પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉપરાંત આ પ્રસંગે સમાજની ગૌરવશાળી પ્રતિભાઓ તથા અત્યંત તેજસ્વી તારલાઓ કે જેઓએ AIIMS, IIT, IIM જેવી દેશની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થાઆમાં પ્રવેશ મેળવનારને આદિવાસી સમાજની અત્યંત પ્રાચીન કલા “વારલીઆર્ટ” તથા અન્ય સ્મૃતિચિહનોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 


આ પ્રસંગે રાજકીય, સામાજીક, તેમજ સમાજના અગ્રણી ઉધોગપતિઓ અને વિશિષ્ટ હોદ્દો ધરાવતા નિવૃત તેમજ પ્રર્વતમાન હોદ્દેદારોની હાજરી ધ્યાનાકર્ષક બની રહેલ હતી સાથે જ સમાજનો બહોળો સુશિક્ષિત વર્ગ અને સરકારી અર્ધ સરકારી નોકરીમાં પ્રવૃત અધિકારીઓની હાજરીથી પ્રસંગ દીપી ઉઠેલ હતો. સમાજસેવાની ભાવના સાથે ઉપસ્થિત મહાનુભાવો અને શિક્ષિતવર્ગ ને પ્રોત્સાહન મળ્યું હતું.



અંતે મંડળનું દ્રિવાર્ષિક સંમેલન આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહ સાથે રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે સંપન્ન થયું હતું.

Post a Comment

0 Comments