ચીખલીનાં સુરખાઈમાં ધોડિયા સમાજનો દ્વિ-દિવસીય જીવનસાથી પસંદગી મેળો યોજાયો.

 

 

ચીખલીનાં સુરખાઈમાં ધોડિયા સમાજનો દ્વિ-દિવસીય જીવનસાથી પસંદગી મેળો યોજાયો.

આ પસંદગી મેળામાં ૧૫૦લગ્નવાંચ્છુક જોડાયા હતા.

યુગલોએ સાંસારિક જીવન ટકાવી રાખવા બાંધછોડ કરવા અપીલ. 

વિધવા-વિધુર અને છૂટાછેડાવાળા માટે અલગથી પસંદગી મેળો યોજવા આયોજન.

ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચના ઉપક્રમે ચીખલી સુરખાઇ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવનમાં શનિ- રવિવારે પાંચમો જીવનસાથી પસંદગી મેળો યોજાયો હતો. જેમાં ૧૫૦૦ જેટલા લગ્ન વાંચ્છુકોએ દાવેદારી કરી હતી.

ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચના અગ્રણીઓએ સમાજને એકમંચ પર ભેગા કરવાના આશય સમજાવ્યો હતો. જરૂર પડ્યે યુવક-યુવતીઓને બાંધછોડ કરવા પણ અપીલ કરી વિધવા, છૂટાછેડા અને મા-બાપ વગરની દીકરીઓને મદદરૂપ થવાની પણ ભાવના વ્યક્ત કરી હતી. આ પસંદગી મેળામાં ઉપસ્થિત ઉમેદવારોનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો. ખાસ કરીને કોરોના મહામારી પછી સમાજની દીકરીઓ વિધવા થતાં વિધવા- વિધુર અને છૂટાછેડાવાળા ઉમેદવારો માટે અલગથી પસંદગી મેળો યોજવાનો વિચાર આયોજકોને ઉદભવ્યો હતો. જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. 

આ પ્રસંગેડો.પ્રદીપ ગરાસિયા,(પ્રમુખ, સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજય,)મુકેશ મહેતા, મંત્રી, દિશા ફાઉન્ડેશન,વસરાઈ સહિત અગ્રણીઓ દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચના પ્રમુખ અશોકભાઈ દ્વારા(પસંદગી મંચના આયોજન માટેના કારણો સાથેની જરૂરિયાત સમજાવી અને ઉપસ્થિત યુવકો અને યુવતીઓને જીવનસાથી પસંદગી માટે જરૂરિયાત જણાય ત્યાં બાંધછોડ કરીને પણ સંસાર વસાવવા માટે અનુરોધ કર્યો હતો. 

પસંદગી મેળાના આયોજકો ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચના હોદદારો તથા સક્રિય સભ્યો દ્વારા તન-મનથી આયોજનને સફળતા અપાવવા માટે ભગીરથ કાર્ય પૂર્ણ કરેલ હતું. જેનો શ્રેય પસંદગી મંચના તમામ હોદેદારો તથા ઉપસ્થિત ઉમેદવારોને જાય છે.


Post a Comment

0 Comments