ધોડીયા સમાજ ધનપાતળીયા કુળ પરિવારનું સંમેલન યોજાયું.
ધોડીયા સમાજ ધનપાતળીયા કુળ પરિવારનાં મેળાવડે વડીલોનાં પ્રિતિભર્યા છાંયડે 23મું વાર્ષિક સંમેલન પ્રમોદ બાબુભાઈ ધનપાતળિયાના ઘરે રોહિણા (દીપમાળ ફળીયા ) ખાતે પ્રોફેસર કલ્પેશ ભગવાનજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયુ હતું. તુરવાદ્યના સથવારે મહેમાનો અને કુળજનોમાં અનેરા ઉત્સાહનુ વાતાવરણ જોવા મળ્યુ. સભારંભની શરુઆતમાં કુળ પ્રમુખ દિનેશભાઈ ધનપાતળિયાએ સમાજ ઉપયોગી કરેલા અને કરવાના કાર્યનો ચિતાર આપી સહુને શાબ્દિક પરિચય અને પાઘડી પહેરાવી આવકાર્યા અને સક્ષમ વ્યકિત દાતા બની ગરીબ કુટુંબને સહાયરૂપ બનવા જણાવ્યુ હતું. મુખ્ય અતિથિ ચંપકભાઈ વાડવા - પ્રમુખ સમસ્ત ધોડિયા સમાજ કુળ પરિવાર ટ્રસ્ટ અને M.M.Tech. એન્જિનિયરિંગ પરિયાના CEOએ કુળ સંમેલનનો હેતુ સમજાવી વિદ્યાર્થીઓને ભણતર પર વધુ ધ્યાન આપી વિશ્વ સાથે જોડાવા માટે ઈંગ્લીશ ભાષા શીખવા જણાવ્યુ હતું. પણી પુરવઠા કચ્છ (વાસ્મો)ના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશભાઈએ સમાજ સંગઠન મજબૂત બનાવવા હાકલ કરી હતી. સંસ્કૃતિ અને પ્રકૃત્તિનુ જતન કરી શિક્ષણ મેળવી જીવનમાં સમાજને સાથે લઈ આગળ વધવા જણાવ્યું હતું.
આ તબકકે સમાજના તેજસ્વી તારલામા ડૉ.નિકિતા વિનોદભાઈ પટેલ GPSC પાસ કરી GST ઓફિસર તરીકે સુરત ખાતે નિમણૂક રહેવાસી બારોલીયા, ગૌરવ રાકેશભાઈ -HSC બારોલીયા અને દૃષ્ટી હિતેશભાઈ કોપરલી- SSC માટે એવોર્ડ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે નિરાધાર બાળકોને નોટબુક, કંપાસ અને રોકડ અને વિધવા બહેનોને સાડી આપી સમાજનાં વડીલોને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આશ્રમ શાળા રોહીણાના બાળકોને રૂપિયા 11 હજાર આપવામા આવ્યા હતા. સમારંભના અધ્યક્ષ પ્રો. કલ્પેશભાઈએ ભગવાનજીભાઈ ધનપાતળિયા એવોર્ડ આપવાની જાહેરાત કરી અને જણાવ્યુ કે કુળ દરેક કાર્યમાં આગળ છે.
આ પ્રસંગે કાંતિભાઈ તાલુકા પંચાયત પારડી, મિતેશભાઈ સરપંચ ગોઈમા, ડૉ. ભાવિકાબેન, સુમિત્રાબેન, ઉષાબેન, નયનાબેન, આચાર્ય બિકેશભાઈ અને વજીરભાઈ વગેરે મહેમાનો વચ્ચે બાળકોએ સુંદર કૃતિ રજુ કરતા કુળજનોએ ઈનામોથી પ્રોત્સાહિત કર્યા હતાં. કાર્યક્મનું સંચાલન રાજ્ય શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા શિક્ષક બિપીનભાઈએ અને આભાર વિધિ મહેશભાઈએ કરી હતી.
0 Comments