ખેરગામ તાલુકામાં આદિવાસી સુરક્ષા યાત્રાનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું.

                     


ખેરગામ તાલુકામાં આદિવાસી સુરક્ષા યાત્રાનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું.

આદિવાસી સમાજની  સાથે સાથે  મુસ્લિમ સમાજ અને રાજપૂત સમાજનાં લોકો દ્વારા પણ આદિવાસી સુરક્ષા યાત્રાનાં આગેવાનોને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. 

આદિવાસી સમાજના લોકોને જાગૃત કરી દેશના એક મંચ પર લાવવાનાં ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશના આશરે 12 કરોડ જેટલાં આદિવાસીઓને એકસૂત્રતાથી બાંધવા, શૈક્ષણિક, સામાજિક તેમજ રાજકીય પ્રતિનિધિત્વ મજબૂત કરવા તેમજ સમાજના વિવિધ પ્રશ્નોને વાચા આપવા આદિવાસી સમાજના મહામાનવ બિરસા મુંડાના જન્મસ્થળ ઝારખંડના ખૂંટી જિલ્લાના ઉલ્લીહાતું ગામથી નીકળેલ આદિવાસી સુરક્ષા યાત્રા પાણીખડકના તંત્યા મામાં ભીલ સર્કલ પર આશરે 4000 કિલોમીટર જેટલી યાત્રા કરીને પહોંચી હતી.


       જ્યાં આગેવાનો રાજુભાઈ વળવાઈ, કેતનભાઈ બામણીયા, ચિરાગ સંગાડા સહિતના કુલ 25 જેટલાં આગેવાનોનું આદિવાસી સમાજના જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, ડો.દિવ્યાંગી પટેલ, આદિવાસી એકતા પરિષદ સંયોજક કમલેશભાઈ પટેલ, મંગુભાઇ સહિતના યુવાનો તેમજ મુસ્લિમ સમાજ અને રાજપૂત સમાજનાં આગેવાનો દ્વારા ફુલહારથી સ્વાગત કર્યું હતું. 


          ડો.નિરવ પટેલે જણાવ્યું કે આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નોને વાચા આપવા નીકળેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ અને દરેક સમાજને સાથે લઈને ચાલવાના અમારા પ્રયાસોને અન્ય સમાજના આગેવાનો પણ હવે ધીરે ધીરે વધાવી રહ્યા છે.



Post a Comment

0 Comments