ચીખલી તાલુકાના ઘેજ (ડુંભરીયા) ગામે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા સર્કલ પર જનનાયક બિરસા મુંડાનું બોર્ડ લગાવી ઉજવણી કરવામાં આવી.

                


તારીખ ૦૩-૦૯-૨૦૨૩નાં રવિવારના દિને ચીખલી તાલુકાના ઘેજ (ડુંભરીયા) ગામે  આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા સર્કલ પર  જનનાયક બિરસા મુંડાનું બોર્ડ લગાવી ઉજવણી કરવામાં આવી.

         દેશની આઝાદીની ચળવળમાં આદિવાસી ક્રાંતિકારી ધરતી આબા બિરસા મુંડાનું યોગદાન નાનુસુનું નથી!  આ ક્રાંતિકારીનું જીવનવૃતાંત અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવેલ છે. ત્યારે આજની યુવા પેઢીમાં તેમના વિશે વિશેષ જાણકારી પ્રાપ્ત થાય અને દેશના વિકાસમાં અને રાષ્ટ્રીય એકતામાં પોતાનું યોગદાન આપી એક આદર્શ નાગરિક બને તેવી ભાવના છુપાયેલી છે.              

                   આ બોર્ડ (બેનર) બોર્ડ નાં રહેતા તે એક  બિરસા મુંડાનાં સંદેશાવાહકનું કાર્ય કરતું જોવા મળશે. આ બોર્ડ પર નાના કુમળી વયના બાળકની નજર પડતાં જ કુતૂહલ પેદા થશે. આ મહાપુરુષ કોણ છે ? અને એ તેના માતાપિતા પાસેથી તેમના વિશે જાણવાનો જરૂર પ્રયત્ન કરશે. અને જો માતા પિતા પાસેથી સંતોષકારક જવાબ ન મળે તો તે તેમના મિત્ર, શિક્ષક, અથવા તો google માંથી બાળક બિરસા મુંડાનો ઈતિહાસ જરૂર જાણવાનો પ્રયત્ન કરશે. 

"આજે વાવેલું બીજ ભવિષ્યમાં વટવૃક્ષ બનશે."

                  આ કાર્યક્રમમાં  રાકેશભાઇ પટેલ, સાયલેશભાઈ, નિકુંજભાઈ, સંજયભાઈની ટીમ (નવા નગર) કિશનભાઈ, કેજુભાઈ,(પટેલ ફળિયા) અક્ષયભાઈ, ધીરુભાઈ, બ્રિજેશભાઈની ટીમ (બખાર.ફ), જયેશભાઈ, સંજય ભાઈ (ઉન્નાવ.ફ), ઝાડી ફળિયા જીતુભાઈ, ઝાડી ફળિયા રાકેશભાઈ, શેખરભાઈ પીન્તાભાઈ, ઘવુભાઈ, પ્રવીણભાઈ, (ખુશાલ ફળિયા તેમજ ડુંભરીયા ફળિયાના) વડીલો, કિરણભાઈ, ચીમનકાકા, જયદીપ, શશીકાંત, ઉમેશ ભાઈ  શૈલેષભાઈ, સંજયભાઈ, વિજયભાઈ, દિવ્યેશ, અંકિત, નિરજભાઈ, રાહુલ, મણીલાલ ( ડેરી સંચાલક), સાઇલેશભાઈ, ધર્મેશભાઈ, જેનીશ, દિલીપભાઈ, કેયુર, હર્ષભાઈ, સાહિલ, આશિષ, અંકિત, સતીષભાઈ, ચેતનભાઈ, રમેશકાકા, હરિલાલ, અરવિંદભાઇ  ફળિયાના યુવાનો વડીલો નાના બાળકો વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


                   વિશેષ મહેમાનોમાં આદિવાસી યુવા નેતા  ધરમપુર તાલુકા સદસ્ય કલ્પેશ પટેલ, કાનાભાઈ (મોટી ઢોલડુંગરી), ખેરગામ બાવળી ફળિયાના વતની અને Honey news તથા vatsalyam ન્યૂઝના પત્રકાર દિપકભાઈ પટેલ હાજર રહ્યા હતાં.


ઘેજ ગામ વતી આયોજકો વીનેશભાઈ અને અનંતભાઈએ સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


Post a Comment

0 Comments