તારીખ ૧૩-૦૬-૨૦૨૩નાં દિને રાઘવા ફળિયા વાવ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો.

  


તારીખ ૧૩-૦૬-૨૦૨૩નાં દિને રાઘવા ફળિયા વાવ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો. જેમાં વેણ ફળિયા પ્રાથમિક શાળાનો પણ સમાવેશ થાય છે. રાઘવા ફળિયાના પાંચ બાળકો અને વેણ ફળિયા એક  બાળક મળી કુલ ૩ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય કિરણભાઈ પટેલ તરફથી  દરેક બાળકને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વાવ ગ્રામપંચાયતના સરપંચ શ્રીમતી બિન્નીબેન, રાઘવા પ્રા.શાળા smc અધ્યક્ષ શ્રી પંકજભાઈ, ખેરગામ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી ઉમેશભાઈ,  રાઘવા ફળિયા અને વેણ ફળિયાનાં SMC ના સભ્યો અને વાલીઓ હાજર રહ્યાં હતાં.


Post a Comment

0 Comments