તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

    


તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરેનભાઈ પટોળીક્યા વાવાઝોડાંને કારણે તેમને ડિઝાસ્ટર મેનેજમેન્ટની આવશ્યક કામગીરી સોંપાતા તેઓ હાજર રહી શક્યા નહોતા. પરંતુ પાટી કલ્સ્ટરનાં સી.આર.સી શ્રીમતિ ટીનાબેન, આંગણવાડી સુપરવાઈઝર શ્રીમતિ વનિતાબેન, ખેરગામ તાલુકા પંચાયત સભ્યશ્રી  વિભાબેન જે. પટેલ , એસ.એમ.સી. સભ્યો, વાલીઓ, ગ્રામજનો હાજર રહી પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો. હાજર રહેલા તમામ મહેમાનોનું પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું.

બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને આપવામાં આવ્યો હતો. બાલવાટિકનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

 કાર્યક્રમને અંતે શાળા પરિવારે સૌનો આભર વ્યક્ત કરી મહેમાનો પાસે વૃક્ષારોપણ કરાવ્યું હતુ.













Post a Comment

0 Comments